મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 6

  • 3.5k
  • 1
  • 1.4k

એક અનોખી લવ શીપ. “બહેન,મને લવશીપ થઇ છે.મારે તમારી સાથે એ વાત શેર કરવી છે...”“અરે,આ ફ્રેન્ડશીપ શબ્દ તો સાંભળ્યો છે પણ લવ શીપ કેવી શીપ છે?ને એ તને જીવન સાગરમાં ડુબાડશે કે તારશે ?” અને ખડખડાટ હાસ્ય સાથે ગુરુ શિષ્યા કરતા વધુ મિત્રો એવા અમારા બે વચે આગળ કઈ વાત થાય એ પહેલા રીસેસ પૂરી થવાનો ઘંટ વાગ્યો.અને પછી મળવાના વાયદા સાથે મેં વ્યોમાને વર્ગમાં મોકલી.રોજની આદત મુજબ હું ને વ્યોમા રીસેસમાં સ્ટાફરૂમની બહાર ઉભા રહી વાતો કરતા હતા ત્યારે આજે આ નવી વાતથી મને અહેસાસ થયો કે વ્યોમા તરુણાવસ્થાની અસરમાં પૂરબહારમાં ખીલી છે.સ્ટાફરૂમની બહારની એ પાળી અનેક તરુણીમિત્રોના જીવનની અજીબોગરીબ ઘટનાઓની સાક્ષી