Bump Ahead: Stop, Look Go

  • 3k
  • 666

BUMP AHEAD: STOP,LOOK & GO આજની દોડધામભરી જીંદગીમાં તહેવારોનું આગમન આપણી દોડતી ગાડીમાં બ્રેક લગાવે છે અને બમ્પનું કામ કરે છે કહે છે સ્ટોપ..જરા થોભો,વિચારો કે ગત દિવસોમાં શું શું બન્યું ?.લુક..જુવો કેટલું સારું આવ્યું ને કેટલું ખરાબ ગયું? સુખદુ:ખની ઘટમાળમાં ચડાવ ઉતાર આવ્યા કરે..આપણે કેટલું સમતાથી જીવ્યા?એ વિચારો ... એન્ડ ગો.....જુના અનુભવોના ભાથામાંથી નવાને અપનાવો અને આગળ વધો...જરા સ્વને સમજી,નવા ઉત્સાહ સાથે જીવનરૂપી ગાડીને સાચી દિશામાં હંકારીએ..તુલસીદાસજીના શબ્દોમાં... ”બડે ભાગ માનુષ તન પાવા,સુરદુર્લભ સદગ્રંથન ગાવા.”અર્થાત મનુષ્યજન્મ મળ્યો છે એ સદનસીબની વાત છે.પૃથ્વી પર આપણે ખરેખર જીવવું જોઈએ એવું જીવન જીવીએ છીએ ખરા?? નવલા વર્ષે આટલા મુદા જરૂર વિચારીએ અને જાગૃત થઈએ:૧) માનસિક શાંતિ: ભૌતિક સુખ સુવિધાને મૃગતૃષ્ણા જ કહી