ઔકાત – 5

(99)
  • 6.9k
  • 5
  • 4.3k

ઔકાત – 5 લેખક – મેર મેહુલ શ્વેતા ગુસ્સામાં ઘરે આવી હતી. ઘરમાં પ્રવેશતાં તેણે ચીજ-વસ્તુઓને આમતેમ ફેંકવાનું શરૂ કરી દીધું. બાળપણથી જિદ્દી રહેલી શ્વેતાનાં ગાલ પર આજે કોઈ તસમસતી થપાટ મારી હતી. પહેલાં કોઈ દિવસ તેનું આવું અપમાન નહોતું થયું, એક વ્યક્તિએ તેને સૌની સામે બેઇજત કરી દીધી હતી અને તેનો બદલો લેવાં શ્વેતા અંદરથી સળગી રહી હતી. શ્વેતાને રાડો પાડત જોઈને બળવંતરાય દોડી આવ્યાં. “શું થયું દીકરી, કેમ આટલી બધી ગુસ્સે છે ?” બળવંતરાયે ચિંતાયુક્ત સ્વરે પુછ્યું. “પાપા, તમે તો કહેતાં હતાં કે બધાં મારી ઈજ્જત કરશે, મારાથી ડરશે પણ અહીંથી તો ઊલટું થઈ રહ્યું છે”