ઔકાત – 3

(96)
  • 6.7k
  • 6
  • 4.7k

ઔકાત – 3 લેખક – મેર મેહુલ સવારનાં સાડા આઠ થયાં હતાં. ઇન. રણજિત અને રાવત ચોકીની બહાર ચા પી રહ્યાં હતાં. રાવતનો ફોન રણક્યો એટલે તેણે ગજવામાં હાથ નાંખીને ફોન કાને રખ્યો. “આ શું મજાક છે રાવત ?” શશીકાંત ફોન પર ગુસ્સામાં બરાડ્યો, “તું તો કહેતો હતોને મોટાભાઈની દીકરી આવે છે, અહીં ઘંટો નથી આવ્યું કોઈ” “તમે શું શિવગંજ પર રાજ કરશો ?” રાવતનો અવાજ ઊંચો થઈ ગયો, “તમે છોકરીની રાહ જોઇને બેઠાં છો એ વાત બળવંતરાયને કાને પડી ગઈ હતી એટલે બલીરામપુરથી જ એને કારમાં ઘરે લઈ જવામાં આવી છે” “કોણ છે એ હરામખોર જેણે આ ખબર