સમર્પણ - 2

(14)
  • 4.3k
  • 1
  • 2.1k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે ઈલાબેન તેમજ મોટી વહુ નિલમ નાની વહુ નીમાને ખૂબ સમજાવ્યા કરતાં પણ તેના સ્વભાવમાં કંઇ ફરક પડતો નહિ હવે આગળ...... નાનો દિકરો અનિષ ભણીને આવી ગયો હતો એટલે તેના માટે ગામે ગામથી માંગા આવવાના શરૂ થઇ ગયા હતા. પણ તેને પોતાના જ ગામમાં રહેતી, પોતાની સાથે જ રમીને મોટી થએલી અને પોતાની સાથે જ, ભણતી નમ્રતા ખૂબજ ગમતી.પણ કહેવું કોને...?? તેમ તે વિચારતો હતો વળી નમ્રતાની ઇચ્છા પણ જાણવી જરૂરી હતી. તે કઇ રીતે જાણવી એમ વિચાર્યા કરતો હતો. એટલામાં ફાઇનલ ઇયરનું રિઝલ્ટ લેવા શહેરમાં જ્યાં તે ભણતો ત્યાં કોલેજમાં જવાનું થયું. ઘણીવાર બસમાં સાથે આવતા-જતા