સેલેરી

(12)
  • 2.3k
  • 1
  • 774

પહેલી તારીખ હતી. સુમિત પોતાની સેલેરી લઈને સાંજે થાકેલો પાકેલો ઘરે આવ્યો, તેની પત્ની સીમા તેની જ રાહ જોઈ રહી હતી કે ક્યારે સુમિત આવશે. તેણે ગરમ ગરમ ચા પીવડાવી અને પૂછ્યું કે "સેલેરી આવી ગઈ હશે આજે તમારી." તો સુમિત મંદ મંદ હસીને બોલ્યો કે "હાં, આ મહિને ઓવરટાઈમને લીધે બાર હજાર બોનસ પણ મળ્યું છે." સીમાની ખુશીનું ઠેકાણું ના રહ્યું. સીમા મીઠા અવાજમાં બોલી "શું આપણે આ રવિવારે શોપિંગ કરી આવીએ." તો સુમિત બોલ્યો "ઠીક છે, પણ એક શર્ત પર કે તું અઠવાડિયામાં કમ સે કમ એકવાર મારી માં સાથે ફોન પર વાત કરીને તેમનો હાલચાલ પૂછીશ." તો સીમાએ