પતિ પત્ની અને પ્રેત - 2

(92)
  • 9.5k
  • 4
  • 5.3k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨ વિરેનની કાર મુખ્ય માર્ગ પર આવી ત્યારે વરસાદનું જોર વધી ગયું હતું. આજનો વરસાદ એને ભયાનક લાગી રહ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોમાં તેણે વરસાદનું આવું રોદ્ર રૂપ જોયું ન હતું. વીજળીના ચમકારા સાથે તેના દિલમાં પણ ડરનો ચમકારો થઇ રહ્યો હતો. કંપની સાથેની વફાદારી તેને આજે જવા માટે મજબૂર કરી ગઇ હતી. તે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. વિદેશથી ડિલિગેશનને આજ સમય મળ્યો અને એમની સાથે જેણે જવાનું હતું એ આવા જ સમય પર બીમાર કેમ થયો? એવો અફસોસ વ્યક્ત કરતો વિરેન સંભાળીને કાર ચલાવી રહ્યો હતો. પોતાના લગ્ન હમણાં થયા ના