અંગત ડાયરી - ગમ કી કતારે

(1.7k)
  • 5.7k
  • 1.9k

અંગત ડાયરી ============શીર્ષક : ગમ કી કતારે... લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૧, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર એક મિત્રે કહ્યું : પ્લેઝર અને હેપ્પીનેસ વચ્ચે તફાવત છે. તમે હસો અને હરખાઓ એ બંને જુદી વાત છે. હસતા હો ત્યારે તમારા દાંત દેખાય, મોંની રેખાઓ બદલે એવું બને જયારે હરખાઓ ત્યારે કદાચ હોઠ ભીડાયેલા હોય પણ હૈયું વધુ ધબકતું હોય, આંખો કદાચ વરસતી પણ હોય. પગારમાં થયેલો પાંચ દસ ટકાનો વધારો તમને હસાવે અને સંતાનનું અવ્વલ પરિણામ તમને હરખાવે. જોક સાંભળી તમે હસી પડો, અને પૌત્ર જન્મના સમાચાર સાંભળી તમે હરખાઇ જાઓ. હાસ્ય ખોટું પણ હોય જયારે ભીતરે અનુભવતો