પ્રેમ અને પુરાવા – દિવ્યેશ ત્રિવેદી

  • 1.5k
  • 1
  • 634

સાંજના લગભગ સાડા છ થવા આવ્યા હતા. ગ્રાન્ટ રોડ પર આવેલી મારા ધારાશાસ્ત્રી મિત્રની ઓફિસે પહોંચ્યો ત્યારે કેબિનમાં કોઈક બેઠેલું હતું. મને થયું કે હવે એ ભાઈ એમની વાત પૂરી કરી લે ત્યાં સુધી બહાર બેસી રહેવું પડશે. પરંતુ ધારાશાસ્ત્રી બી. ટી. પવારને અર્ધપારદર્શક કાચમાંથી અણસાર આવી ગયો અને એમણે મને અંદર બોલાવ્યો. સામેની ખુરશીમાં પાંત્રીસેક વર્ષની ઉંમરનાં એક ભાઈ બેઠેલા હતા. પવારે કહ્યું, “હું તારી જ રાહ જોતો હતો. એટલામાં આ ભાઈ આવ્યા. તું કહેતો હતો ને કે અમારા વકીલાતના ધંધામાં માણસાઈ જેવું ઓછું હોય છે. અમારી પાસે તો ગુનેગારો જ આવે! આ ભાઈની વાત સાંભળવા જેવી છે. કદાચ