યોગ-વિયોગ - 63

(376)
  • 21.2k
  • 14
  • 12.5k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૩ અલયની જાણ બહાર સામેની દિશામાં શ્રેયાની ઓટો પસાર થઈ. શ્રેયાએ અલયને આમતેમ જોતો જોયો, પણ રોડ ડિવાઇડરને કારણે એ ઊતરે અને આ તરફ આવે એ પહેલાં તો અલય સામેથી આવતી ઓટોને હાથ કરીને અંદર બેસી ગયો. શ્રેયા ઓટોના પૈસા આપીને આ તરફ આવી. કોણ જાણે કઈ સિક્સ્થ સેન્સથી કે અલયની ચિંતાને કારણે એણે તરત જ પાછળ આવેલી બીજી ઓટોને હાથ કર્યો અને એમાં બેસીને કહ્યું, ‘‘વો આગે વાલી ઓટો કે પીછે લે લો...’’ અલયની ઓટો સડસડાટ જઈ રહી હતી. શ્રેયાની ઓટો એની પાછળ હતી. જે રીતે રસ્તો જઈ રહ્યો હતો એ