સાહસની સફરે - 6

(32)
  • 5.6k
  • 3
  • 2.7k

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૬ : સાગર સામે કાંકરનું જુદ્ધ ! વીરસેન નવાઈના દરિયામાં ડૂબકાં ખાતો હતો અને ધરતી પર પડેલી ગુલામ છોકરી સામે જોતો હતો. પોતે તો ‘રૂપા’ને છોડાવી હતી. બહેનીને છોડાવી હતી. એને બદલે આ અજાણી બાળા કેવી રીતે છૂટી ગઈ ? વળી, હવે શું કરવું ? એને આ અજાણી બિચારી છોકરી પર દયા આવી ગઈ. બેભાન બનેલા માણસને ફરી ભાનમાં આણે એવી દવા પોતાની પાસે હતી જ. પરંતુ એ તો બહેની રૂપા માટે હતી. આમ છતાં આવી એક નિર્દોષ છોકરીને આમ મરવા દેવાનુંય એને ન ગમ્યું નહિ. એને પોતાના ગજવામાંથી પેલી ઊંઘતાને જગાડવાની દવાની શીશી