છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૪

  • 4.2k
  • 1.6k

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૪ આગળના અંકમાં આપણે છૂટાછેડાનાં મુખ્ય કારણો વિશે ચર્ચા કરી. હવે આગળ... દર વખતે એવું જરૂરી નથી હોતું કે છૂટાછેડા માત્ર ઉપરોક્ત કારણોસર જ થતાં હોય, ક્યારેક પતિ-પત્નિ વચ્ચેનાં ઝઘડાનાં કારણો એવા જાણવા મળે કે સામાન્ય વ્યક્તિને પણ નવાઇ લાગે... કે “શું ખરેખર આવા કારણોનું પણ છૂટાછેડા પરિણામ આવી શકે..!” આ અંકમાં આપડે એવા જ કેટલાક કિસ્સાઓ વિશે જાણીશું. એક ધારાશાસ્ત્રી તરીકે મને પણ ઘણી નવાઇ લાગેલી, કે આવા પણ કારણો હોય છે છૂટાછેડા માટેના...! (૧) વોશિંગ પાવડરનાં કારણે- હા...! મેં સાંભળ્યું ત્યારે મને પણ નવાઇ લાગેલી પણ આ વાત ખરી છે. મારી