એક પછી એક યુવક યુવતીઓ આવવાં લાગ્યા. એટલે સુહાનીએ એ યુવક પરથી નજર હટાવી. તે જ સમયે એક યુવતી એ યુવક પાસે બેસી ગઈ. એ યુવકને એ યુવતી પર ખૂબ ગુસ્સો આવતો હતો. પણ એ યુવતીને જરાય અહેસાસ ન થવા દીધો. એ યુવક છેલ્લેથી બીજી બેન્ચ પર બેસી ગયો. તો એ યુવતી પણ એની સાથે છેલ્લેથી બીજી બેન્ચ પર બેસી ગઈ. સુહાનીની નજર આ યુવક યુવતી પર ગઈ. એ યુવકે યુવતીને કહ્યું "ચૈતાલી મારી સાથે બેસવું જરૂરી છે? હું જ્યાં જાઉં છું ત્યાં તું આવી જ જાય છે."ચૈતાલી:- "હું તારી સાથે બેસું તો તને શું વાંધો છે રાજન?"આ બંનેની વાતો