યોગ-વિયોગ - 59

(368)
  • 21.2k
  • 11
  • 12.9k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૯ અજયનો હાથ પકડીને પોર્ચમાંથી હળવે હળવે પગથિયા ચડતા સૂર્યકાંતને જાણે ભીતર સુધી એક અજબ સંતોષ થતો હતો. ‘‘શું આટલા માટે જ માણસ સંતાનને જન્મ આપતો હશે ? પહેલાં ચાલતા શીખતા દીકરાને આંગળી પકડીને સશક્ત બાપ જિંદગીનાં પહેલાં ડગલાં માંડતા શીખવે... અને પછી અશક્ત થઈ ગયેલા બાપને જુવાન દીકરો હાથ પકડીને ધીમે ધીમે જીવનના છેલ્લાં ડગલાં ભરાવે.’’ સૂર્યકાંતના ચહેરા પર આ વિચારે જ જાણે સ્મિત આવી ગયું. સામે ઊભેલી જાનકીએ સૂર્યકાંત તરફ જોઈને સ્મિત કર્યું અને એ પણ બે-ચાર પગથિયા ઊતરી આવી. ‘‘બેટા, એક તરફ દીકરો ને એક તરફ વહુ, મને લાગે છે મારી જિંદગીનો