પાંચ લઘુકથા - 5

(52)
  • 4k
  • 1.9k

પાંચ લઘુકથા- રાકેશ ઠક્કરભાગ-૫૧. આરતી યમુનાબેનની મજબૂરી હતી કે એમણે દીકરા-વહુ સાથે રહેવું પડતું હતું. એમણે કેટલીય અગવડતાઓ અને દુ:ખો વેઠીને હિરેનને ભણાવ્યો હતો. આજે તે સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર હતો. સારો પગાર અને સારી સુવિધા હતી. હિરેનની પત્ની રચના પણ સરકારી નોકરીમાં હતી. બંને સારું કમાતા હતા. છતાં યમુનાબેનને સારી રીતે રાખતા ન હતા. વૃધ્ધ માતા એમના માટે બોજા સમાન હતી. યમુનાબેન માંદા પડતા ત્યારે પણ કોઇ કાળજી રાખતા નહીં. યમુનાબેન પોતાનું દુ:ખ કોઇને કહેતા ન હતા. સોસાયટીમાં આજથી નવરાત્રિ પર્વ શરૂ થતું હતું. હિરેન અને રચના એ માટે હજારોની કિંમતના કપડાં લઇ આવ્યા હતા. બંને તૈયાર થઇને