પણ હા ,ભગવાને એક કૃપા કરી હતી, કે દેખાવમાં હું ફાવી ગઈ હતી, મારી ભૂરી આંખો હતી, એકદમ વાંકડિયા કમર સુધીના વાળ, ઊંચાઈમાં લાંબી, હાથ અને પગ પણ લાંબા અને પાતળા, અને સપ્રમાણ કહી શકાય તેવો બાંધો, નિશી કે મુગ્ધા મારી જેવા ન હતા, મારા દાદી તો મારી મમ્મી ને કોઈ વાર કહેતા કે તારી આ "વાવણી"ને કોઈ લણી ન જાય!જો જે આ તારૂ ""ચીંથરે વીંટ્યું રતન છે ""! પહેલા તો આ વાતની બહુ ખબર ન પડતી,પણ જેમ - જેમ શરીર પર ૧૬મું પગલું પડતુ ગયુ, ત્યાં ઘણી ખરી કળિઓ મગજમાં મહેકવા મંડી, હું દસમા ધોરણમાં સારા માર્ક લાવી પાસ