શ્યામ તારા સ્મરણો.... ભાગ -૪

  • 3.3k
  • 1.2k

ભર બપોરનો સમય થયો હતો અને બધા એના આવવાની રાહ જોતા હતા કે ક્યારે આવશે ? એટલા માં જ સંધ્યા નો અવાજ સંભળાયો અને શ્યામની મમ્મી બોલી કે જો આવી ગઈ મારી લાડકી સો વર્ષ ની થશે, અમે તને જ યાદ કરતા હતા કે ક્યારે આવીશ તું અને તું એટલા માં આવી ગઈ,ઘરના કામ પતાવીને સંધ્યા શ્યામના ત્યાં આવી હતી, બપોરે તો એના ઘરના બધા લોકો આરામ કરે અને સંધ્યા ને તો બપોરે ક્યારેય ઊંઘવાની ટેવ જ ના હતી એટલે એ તેના નવરાસ નો સમય શ્યામના ઘરે જતી અને એમની મમ્મી અને બહેન સાથે વાતો માં સમય પસાર