સાહસની સફરે - 3

(32)
  • 5.9k
  • 3
  • 3.4k

સાહસની સફરે યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : કાલુ સરદાર ન બનવાનું બની ગયું છે. કાળા ઘોડાના કાળા અસવારો છે. લાલ આંખોવાળા છે. ગુસ્સાથી ભરેલા છે. એમણે વીરસેનને કોઈ બીજો માણસ ધારી લીધો છે અને એને મોતની સજા કરી છે. વીરસેનના સંતાપનો પાર નથી. એ તો શેઠ જયસેનનો દીકરો છે. બહેની રૂપાને ચાંચિયા ઉપાડી ગયા છે. સાથે સખી સોના છે. પણ્યબંદરના ગુલામબજારમાં ચાંચિયાઓ ગુલામ તરીકે એ બંનેને વેચવાના છે. પોતે એમને છોડાવવા નીકળ્યો છે. સમયની કિંમત એક-એક ઘડીની લાખ-લાખ રૂપિયા જેટલી છે. કાળા અસવાર મળ્યા ત્યારે માનેલું કે થોડો વખત બગડશે. આપણા પૈસા લૂંટાશે. બીજો વાંધો નહિ આવે. આપણે આગળ