કાવ્ય સંગ્રહ - 2

  • 5.4k
  • 1
  • 1.7k

7. "કયારે શીખશું?" સંબંધો વાવી તો શકીશું પરંતુ એની માવજત કરતા ક્યારે શીખીશું? જીભ થી મીઠા શબ્દો તો બોલી શકીશુ પરંતુ દિલથી સાચા શબ્દો બોલતા ક્યારે શીખીશું? કોઈને ઠેસ તો પળવારમાં પહોંચાડી શકીશું પરંતુ એના ખભે હાથ મુકી ટેકો આપતા ક્યારે શીખીશુ? કોઈને રડાવી નારાજ તો કરી શકીશું પરંતુ એને મનાવતા ક્યારે શીખશું? સારુ સારુ બોલતા તો શીખી ગયા છીએ હવે પરંતુ સારુ કરતા ક્યારે શીખીશું? મારું તારું તો કરતા શીખી ગયા પરંતુ આપણું કહેતા ક્યારે શીખીશું? હું થી હુંકારો કરતા તો શીખી ગયા પરંતુ હું થી "હું" ને દુર કરતા ક્યારે શીખીશું?