મોજીસ્તાન - 8

(28)
  • 6.1k
  • 4
  • 2.3k

મોજીસ્તાન..! (8) "જો ભાઈ હબા,જી થિયું ઈ ભૂલી જા...ઈ છોકરું કહેવાય..અને પાસું ગોરનું.. એટલે એક ફરા જાવા દે..તારી દુકાનમાં મૂતરી તો નથ્થ ગિયું ને ? જરીક થૂંક ઉડાડી જયું..અને ઈય તેં તમાકુનો ડબલો સંતાડી દીધો તારે થિયુંને..? સાદી તમાકુનું ડબલું કોય હંતાડતું નથી...તારે હાંકવો પાનનો ગલ્લો ને સાદી તમાકુનું ડબલું સંતાડીને કરવો હલ્લો ઈમ ? ઈ નો હાલે...અને આટલી અમથી વાતમાં તું પોલીસકેસ કરવાની વાતું કરછ...? પોલીસકેસ કંઈ ઇમનીમ થાશે ? ન્યા ફરિયાદ લખાવીશ એટલે તારી જ ઉલટ તપાસ પે'લી થાશે.. આમાં મૂળ વાંક તો તારો જ ગણાય.." હબાએ સરપંચને ફરિયાદ કરી ત્યારે સરપંચે ઉપર મુજબ ચુકાદો આપ્યો. "સાલ્લો એક તો મારી