ચન્દ્ર પર જંગ - 7

(21)
  • 3.9k
  • 4
  • 1.5k

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૭ : અંધારગુફામાં અથડામણ એક એક પળ યુગ જેવડી લાંબી હતી. કુમાર પોતે જકડાયેલો હતો અને રાક્ષસી ચીનો શૂ-લુંગ અવકાશયાનમાં પેઠો હતો. અંદર કદાચ પેલા ભાગેડુ અવકાશયાનવીરો હશે. કદાચ નહિ હોય ! જો હોય તો હારી ન જાય તો સારું. જો એ આજે હારે તો..... તો ? તો આખી પૃથ્વી પર ગાંડા લોકોની એક ટોળીનું રાજ થઈ જાય. લોકશાહી અને આદર્શોનું મરણ થઈ જાય. માનવીના મુક્તપણે જીવવાના હક્કો છિનવાઈ જાય. પૃથ્વી આખી ગુલામ બની જાય. થોડી ઘડીઓ આવી આશાનિરાશામાં વીતી ! અંદર શી દશા થઈ હશે તેની કલ્પના કરતાં