બ્લેકમેઇલ

(34)
  • 6.1k
  • 1
  • 2.2k

વહેલી સવારના 5.45 વાગે મુંબઈ થી ઉપડતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન બોરીવલી થી ફૂલ થઇ જતી. ગુજરાત એક્સપ્રેસ માં ભલે રિઝર્વેશનના કોચ હોય પણ મોટાભાગે આ ટ્રેન અપડાઉન કરનારા માટે સ્પેશિયલ હતી. તમામ કોચ માં અપ ડાઉન કરવાવાળા ઘૂસી જતા અને ક્યારેક ઉપરની બર્થ ઉપર પણ સામાન ખસેડી બેસી જતા. કોઈ સ્ટેશને પેસેન્જરો ઉતરે તો એનાથી બમણાં ઉપર ચડતાં હતાં. હું મુંબઈ થી સૂરત જઈ રહ્યો હતો. વિન્ડો સિટનું રિઝર્વેશન હોવાથી આ બધી ભીડથી હું અલિપ્ત હતો. વાપી થી એક ખૂબસૂરત યુવતી મારા કોચમાં ચઢી અને પોતાનો સીટ નંબર શોધતી મારા જ કમ્પાર્ટમેન્ટમાં આવી અને મારી સામે ખાલી પડેલી બેઠક ઉપર બેસી