*સાધ્વી*??? "સબ બાબેકી માયા" અવાજ સંભળાયો.રીટા દોડીને બહાર આવી,જોયું તો બાબાજીની સવારી આવી રહી હતી.રીટાની મમ્મીએ બૂમ મારી,"રીટા હજી મહિનો થયો છે ડીલીવરીને દીકરા આમ દોડાદોડી ન કર." રીટાને બાબાજીનો આ અવાજ આવે એટલે બધું ભૂલાઈ જતું. રીટા નાની હતી ત્યારથી દાદી સાથે ટીવી પર બાબાજીના પ્રવચનો સાંભળતી હતી.એને બહુ જ ગમતી પ્રવૃત્તિમાની આ એક પ્રવૃત્તિ હતી! 22 વર્ષે એનાં લગ્ન વિકાસ સાથે થયાં. વિકાસનાં મમ્મી પણ બાબાજીના પરમ ભક્ત હતાં એટલે રીટાને ગમતું થઈ રહ્યું!વિકાસ ઘણીવાર ટોકતો,"રીટા મમ્મીની ઉંમર થઈ પપ્પા પણ નથી રહ્યાં તો આમ બાબાજીની ભક્તિમાં લીન રહે તો ચાલે હું એમને ટોકતો નથી પણ