અનુસંધાનની ક્ષણ - દિવ્યેશ ત્રિવેદી

  • 2.5k
  • 774

મૃત્યુ શાશ્વત અને અફર છે એ જાણવા છતાં તેનો સતત ભય લાગવાનું કારણ એ છે કે મૃત્યુ સાથે જ તમામ લીલા થઈ જવાની છે. ઈન્દ્રીય સુખોનો અંત આવી જવાનો છે અને સંબંધોની દુનિયા પર પૂર્ણવિરામ મુકાઈ જવાનું છે એ આપણે જાણીએ છીએ. જીવન દરમિયાન એકઠા કરેલા સુખો, ધન-વૈભવ, રાગ-દ્વેષ વગેરે સાથે એક ઝાટકે સંબંધ કપાઈ જવાનો છે એ વાત સહેલાઈથી પચતી નથી. વળી એક મોટી મુશ્કેલી એ છે કે, બીજા બધા જ પ્રકારના ડરનો એક યા બીજા સમયે અને એક યા બીજા સ્વરૂપે આપણને ક્યારેક અને ક્યારેક અનુભવ થઈ ચૂક્યો હોય છે. એથી એવા જ કોઈ ડરનો સામનો કરવાની આપણે