ના હું જાસૂસ નથી

(26)
  • 6.3k
  • 2.3k

ના, હું જાસૂસ નથી. જાસૂસી મારુ કામ પણ નથી. હું ભલો અને મારું ઘર ભલુ. મને કોઈ ની પંચાત માં પડવું ગમતું પણ નથી. 60 વર્ષે હવે જીવન માં શાંતિ જોઈએ. અને તે દિવસે મારા પડોશમાં જો એ ઘટના ના બની હોત તો આજે પણ મારી અંદર રહેલો 'જાસૂસ' જાગ્યો ના હોત. બન્યું એવું કે મારા જ એપાર્ટમેન્ટમાં ઉપરના માળે રહેતા રમેશભાઈ ની 16 વર્ષની દીકરી મનાલી એ બારમા ધોરણમાં ઓછા ટકા આવતાં પંખે લટકીને આત્મહત્યા કરી. ઘટના સામાન્ય હતી અને આજકાલ ડિપ્રેશનમાં બાળકો આવું પગલું