ચન્દ્ર પર જંગ - 5

(20)
  • 4.1k
  • 4
  • 1.5k

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૫ : અબોલ અવકાશવીરો સવાર ? ના. ચન્દ્ર પર રોજ રોજ સવાર પડતી નથી. જ્યાં દિવસ હોય ત્યાં અનંત દિવસ અને એની પાછલી બાજુએ અનંત રાત્રિ હોય છે. પણ આપણી કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર. કુમાર જાગ્યો. લોહી ઝડપથી ફરતું હતું. શરીરનાં અંગો ફરકતાં હતાં. એણે આંખો ચોળવા માટે હાથ મોં તરફ લીધા. પણ ચહેરા પર તો પ્લાસ્ટિકનું મહોરું હતું ! અને હાથ પણ ખેંચાતા હતા. કેમ કે બંને હાથ શૂ-લુંગની હાથકડીએ જકડી રાખ્યા હતા. એ યાદ આવતાં જ કુમારને બધી વાત યાદ આવી. ચાઓ-તાંગ અને શૂ-લુંગ યાદ