ચન્દ્ર પર જંગ - 4

(18)
  • 4.2k
  • 4
  • 1.5k

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ - ૪ : અંધકારની આલમ કુમાર-કેતુના અજનબી મદદગારો સામે જ ઊભા હતા. પણ તરત જ બંનેને થયું કે આ તો ઓલામાંથી ચૂલમાં પડ્યા ! એમના બચાવનારા ચીના હશે એવું તો એમણે સ્વપ્ને પણ ધાર્યું નહોતું ! ચન્દ્ર પર ડગ મૂકનાર પહેલા માનવી ચીનાઓ હશે એવી તો એમને કલ્પના ક્યાંથી હોય ? કુમારે એ બંનેનો રૂપાનો બનેલો સફેદ પોશાક જોયો અને વળી વધુ નવાઈ લાગી; કારણ એ રૂપાનો અવકાશી પોશાક તો એકલા સોવિયત સંઘવાળા જ વાપરતા હતા. બીજા સૌનો પોશાક તો એલ્યુમિનિયમનો બનતો ! ખેર ! બચી તો ગયા. અંતે કુમાર