હનુમાન - ઘમંડનો નાશ કરનાર - ૨

  • 3.8k
  • 1.3k

અધ્યાય – ૨ રામ અને દૂતની અવકાશમાં થયેલ મેળાપના ૪૨ વર્ષ પહેલાં, કિશકિંધા, નેપ્ચ્યુન નેપ્ચ્યુનનો ઉત્તરીય ગોળાર્ધ સંપૂર્ણ રીતે પર્વતમાળાઓથી આવરીત હતો. એકબીજા સાથે શાશ્વત રૂપે જોડાયેલા ઘણા પર્વતોના સંગ્રહ સાથે શ્રેણી રચાયેલી હતી. નેપ્ચ્યુનનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલીયમથી બનેલું હતું. વળી, ગ્રહ - બરફના વિશાળ ગોળા તરીકે ઓળખાતો. ગ્રહનો દક્ષિણ ગોળાર્ધ અંધારમય રહેતો. ગ્રહનું ખગોળશાસ્ત્રીય પ્રતીક ત્રિશૂળ હતું. ત્રિશૂળે જીવનની ત્રણ લાક્ષણિકતાઓ સૂચવેલી છે: રાજસિક, તામસિક અને સાત્વિક. બ્રહ્માંડમાં હાજર નકારાત્મકતાની સામે લડવા અને તેને હરાવવા માટે વિનાશક તરીકે શિવ હાથમાં ત્રિશૂળ ધરાવે છે. તેમણે સૂચવ્યું છે કે બ્રહ્માંડમાં કોઈની પણ એકમાત્ર સંપત્તિ, તેની માલિકીની નથી અથવા તો