કવિતા

(20)
  • 4.3k
  • 1k

આજે હું મારી કવિતાઓ આપ સમક્ષ રજૂ કંરુ છું ને આશા છે કે આપ સૌ મે પસંદ આવશે.. પહેલી કવિતા આજ ની પરિસ્થિતિ ને દર્શાવતી છે જેમાં corona કાળમાં અનુભવેલી તકલીફ નું વર્ણન છે,, અને બીજી કવિતા જે પ્રેમ ની અસમંજસ .. જવાબ મળવો હજી બાકી છે જે પ્રેમ થી પ્રેરિત છે..આપ નો અભિપ્રાય જરૂર થી આપજો..શું થયું આ જગત ને.. ને શાને થયું ??શું થયું આ જગત ને.. ને શાને થયું ??આજે વિસરાયા છે પોતીકા .. ન કાંઈ તારું રહ્યું ના કાંઈ મારુ રહ્યું ..!!ન દેખાતા એક દાનવ ના ડર થી.. આજે આખુ જગત છે ડરી રહ્યું કદાચ .કુદરત ..આ જાત-પાત ને ઘર્મ ના નામે લડતા લોકો ને.. માણસ બની રહેવાની ચેતવણી છે આપી રહ્યું ..કાં પછી ,,, જે જુલમ કરતા નબળા લોકો પર.. ન ખચકાતા હતા..ને પોતાના કરમો ને પોતે બિરદાવતા હતા..એમના પાપો નું પરિણામ આખુ જગત છે ભોગવી રહ્યું કાંઈક તો છે .. આમ અમસ્તા ની તો ભાગા દોડ નથી..અભિમાન મા આંધણો બની ગયો હતો માણસ જે આજે ઈશ્વર નું આક્રોશ છે સહી રહ્યું ..હજી પણ છે સમય કે સમજી જઈએ .. ઝુકાવી મસ્તક ઈશ્વર ના શરણે જઈએ ..ભૂલી ને ભેદભાવ જાત-પાત ને ઘર્મ ના.. માત્ર માણસ બની આ જીવન જીવીએ .. કારણ કે.. તુ બને રાખ કે માટી મા ભળે..આત્મા તો માણસ નું જ રહ્યું શું થયું આ જગત ને.. ને શાને થયું ??આજે વિસરાયા છે પોતીકા .. ન કાંઈ તારું રહ્યું ના કાંઈ મારુ રહ્યું ..#Hasinehsasજવાબ મળવો હજી બાકી છેશું થયુ એવું ..જવાબ મળવો હજી બાકી છેઅસમંજસ કેવી આ પ્રેમમાં .. એ ના સમજી શકી મને કે હું ના સમજી શકયો એને..એ જ સમજવું બાકી છે અમસ્તા કહો કે અજાણતાં અમો મળી ગયા હતા સંવાદો વધતા રહ્યા ને એકબીજા મા ભળી ગયા હતાસમય એવો પણ આવ્યો કે અમુક ક્ષણો નું કે લાગ્યું હવે કદાચ વિખૂટા નહીં પડીએ ..ને કહ્યું પણ ખરું એકબીજા ને કે પ્રેમ ના આ પગથિયા હાથ પકડી સાથે ચઢીયે,,પણ પરિસ્થિતિઓ કાંઈ વિપરીત થતી ગઈ..એને હતી કોઈક એવી બીક કે જે સમય સાથે વધતી ગઈ..મારી એને મળવાની આશાઓ હંમેશ રહેતી,પ્રયાસ ઘણા કરતો.. પણ ન જાણે કેમ એ નકારતી રહેતીએના રસ્તા મા વાટ પણ જોતો પણ એ અવગણતી રહી,મન મા આશ રાખી હું બસ દૂર થી જ એના આભાષ સાથે મન ને મનાવતો રહ્યો,પણ એ તો ધીમે ધીમે એ અંતર વધારતી રહી,,કદાચ હજી ના સમજી શકી છે એ મને ..વાત મનમાં એ ખૂંચતી રહીપણ સારા સમય ની રાહમાં જિંદગી આગળ ડગ ભરતી રહી,,એમા શું થયું ?? જે એ થોડી ડગમગી ગઈ.મે તો કરી હતી વાત એને જીવન ભર સાથ નિભાવવાની..મનમાં એ આશ મારી ધગતી રહીહું તો જાણું છું એને.. સમજુ છું એને..મન ની ઘણી એ સાચી છે.. નિર્દોષ પણ ખરી ને પાછી એને જવાબદારીઓ પણ ઝાઝી છેકેમ કરી ને હું હતાશ થઉં .. એમા શું થયું એ વાત નથી કરી સકતી તો .. એના મન મા પણ જીવંત હજી મારી યાદી છે..સાચા પ્રેમ ની તો એ જ નિશાની છે.. બસ છે વિશ્વાસ કે એ કદી મને ભૂલશે નહી.,મારા માટે તો એટલું જ કાફી છે..આજે નહી તો કાલે,,!મળીશું તો જરૂર ..આ જીવનમાં “હસીન” !!ઈશ્વરે નક્કી કરેલ દિવસ,,આવવાનું હજી બાકી છે...શું થયુ એવું ..જવાબ મળવો હજી બાકી છેઅસમંજસ કેવી આ પ્રેમમાં .. એ ના સમજી શકી મને કે હું ના સમજી શકયો એને..એ જ સમજવું બાકી છે #Hasinehsas