ચન્દ્ર પર જંગ - 2

(20)
  • 3.9k
  • 6
  • 1.6k

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૨ : આફતની આગાહી દિવસ-રાત કામ ચાલ્યું. રોકેટના સાંચાની તપાસ થતી હતી. બળતણ પૂરતું હતું. અવકાશવીરો માટે પ્રાણવાયુ અને ખોરાક મૂકતો હતો. બીજી અનેક જાતની સાધનસામગ્રી તૈયાર થતી હતી. રામનાથ ગંભીર બની ગયા. કુમાર-કેતુને બોલાવીને ધીમે અવાજે બોલ્યા : “તમારી હિંમત કદાચ આ સમાચાર સાંભળીને ભાંગી જશે. છતાં સાચી વાત કહેવાની મારી ફરજ છે. જુઓ, હમણાં જ કેપ કેનેડીનો સંદેશો મળ્યો છે. તેઓ કહે છે કે ડેવિડના સંદેશા અચાનક બંધ થઈ ગયા છે.” સાંભળનારા બંનેના મોંમાંથી એક આછો સીસકારો નીકળી ગયો. વાત ખરેખર ભયંકર હતી. જોન અને જુલિયસ ગુમ