પગરવ - 40

(102)
  • 5.8k
  • 4
  • 2.7k

પગરવ પ્રકરણ - ૪૦ સુહાની એનાં મમ્મી પપ્પાની સાથે ઘરે આવી ગઈ. ઘરે આવીને એ લોકોએ પણ કંઈ તરત પૂછ્યું નહીં. એને નાસ્તો કરી લેવાં કહ્યું. સુહાનીએ નાસ્તો પણ કરી દીધો. વીણાબેને એને શાંતિથી રૂમમાં જઈને નાહીધોઈને તૈયાર થવાં કહ્યું. સુહાની નાહીને આવી અને અરીસા સામે ઉભી રહીને એનાં ચહેરાંને જોવાં લાગી. અરીસા સામે જોઈ રહીને મનોમન બોલવાં લાગી, " ભગવાને સુંદર ચહેરો આપ્યો છે એમાં મારો શું વાંક ?? હું તો ફક્ત મારાં સમર્થ સિવાય કોઈને પણ પ્રેમ નથી કરતી કે નથી કોઈને મારી મોહજાળમાં ફસાવવાનું કામ નથી કર્યું હજું સુધી...." ને જોરથી એનો અવાજ નીકળી ગયો, " તો