લિથિયમ - ૪ : અવિશ્વાસ..!

(19)
  • 3.7k
  • 3
  • 1.5k

માહેશ્વરી ઑબરૉયના સ્યૂસાઈડ કેસની તપાસમાં જાડેજા ને શંકા ઉભી થાય છે. પુરાવાની સોય રાજન ઑબરૉયના પાર્ટનર મલ્હાર તરફ જતી હોય તેવું લાગે છે. પણ અકસ્માતમાં થયેલું મલ્હારનું અપમ્રુત્યુ કેસમાં ઘણો મોટો વળાંક લાવે છે. રહસ્ય પરથી પડદો ઉપાડતું આ અંતિમ પ્રકરણ..!! લિથિયમ પ્રકરણ ૪ : "અવિશ્વાસ..! " મલ્હારના મ્રુત્યુના સમાચાર સાંભળ્યા બાદ જાડેજાને ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો હતો. "કંઈક મોટુ રંધાઈ રહ્યું છે નાથિયા, આ એકસીડન્ટ કરતાં કોઈકના કાવતરાનો ભાગ હોય તેવું વધારે લાગે છે..!" જાડેજા વિચારતા વિચારતા નાથુની સામે જોઈને બોલ્યા. "જીના પર શંકા હતી, એતો આ દુનિયા સોડીન જ જતો રયો. સાહેબ હવ તમોને સુ લાગ છ.. કુણે કર્યું હશે આ