ચન્દ્ર પર જંગ - 1

(20)
  • 6.4k
  • 5
  • 2k

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રસ્તાવના કિશોરસાહિત્યનું એક મોંઘેરું મોતી ચન્દ્રની ધરતીનો તાગ મેળવવા ત્રણ અમેરિકનોની ટુકડી જાય છે. એમાંથી બે પહેલાં ગુમ થાય છે અને પછી ત્રીજો પણ લાપતા બને છે. એ ત્રણેને શોધવા અને બચાવવા માટે બે ભારતીય અવકાશવીરો કુમાર અને કેતુ ઊપડે છે, અને તે બંને પણ જીવલેણ આફતમાં સપડાઈ જાય છે ! ચન્દ્રની ધરતી ઉપર કયું છે એ ભયંકર જોખમ ? ચન્દ્ર ઉપર પહોંચનાર એક પછી એક સાહસિક અવકાશવીરને કઈ આફત નડી જાય છે ? એનો ભેદ જાણશો ત્યારે તમેય અદ્ધર થઈ જશો. ચન્દ્રની ધરતી પર ખેલાયેલા અનોખા જંગની આ વાર્તા ફક્ત