પ્રણયભંગ ભાગ – 3

(79)
  • 5.7k
  • 5
  • 3.6k

પ્રણયભંગ ભાગ – 3 લેખક - મેર મેહુલ બીજા દિવસની સવાર અખિલની જિંદગીમાં નવો વળાંક લઈને આવી હતી. અખિલ સવારે અગાસી પર કસરત કરવા ગયો તો સામેની અગાસી પર પણ સિયા કસરત કરવા આવી હતી.અખિલ નાહીને બાલ્કનીમાં ટુવાલ સુકવવા આવ્યો ત્યારે સિયા પણ એ જ કામ કરી રહી હતી. અખિલે જ્યારે જોબ પર જવા માટે બાઇક બહાર કાઢી ત્યારે જ સિયાએ પણ ક્લિનિક પર જવા માટે એક્ટિવા બહાર કાઢી હતી. આ બધી ઘટના સંજોગ માત્ર બની હતી પણ અખિલ પૂરો દિવસ સિયા વિશે વિચારતો રહ્યો. તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે એ તે સમજવાની કોશિશ કરતો હતો.