નિયતિના ખેલ

  • 2.1k
  • 740

સાંજનો સમય થઈ રહ્યો હતો, શિયાળો હોવાથી સૂરજ હવે વહેલા આથમી જતો. અંધકાર ફેલાવાની શરૂઆત થતા જ ઠંડા પવન ના સુસવાટા શહેર ને ઘેરી રહ્યા હતા. વિલ્સન એપાર્ટમેન્ટના ચોથા માળેથી સુશીલાબેને બૂમ પાડી: સૌમિલ, બેટા હવે ઘરે આવ, ક્યાં સુધી ક્રિકેટ રમીશ...? પણ જાણે સૌમિલ પર વાતની કોઈ જ અસર ના થઈ હોય એમ એણે રમવાનું ચાલું રાખ્યું. સુશીલાબેને ફરી એને ટોક્યો: જલદી આવ, તારા માટે આજે હું પુલાવ બનાવાની છું અને નીતિ પણ હવે ટ્યુશન માંથી આવતી જ હશે. નીતી ખૂબ જ હોશિયાર છોકરી હતી અને સુશીલાબેને એના ભણતરમાં કોઈ કચાશ