લિથિયમ - ૩ : વજ્રાઘાત

(18)
  • 4k
  • 3
  • 1.5k

લિથિયમ પ્રકરણ ૩ : "વજ્રાઘાત" "..............સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા ખ્યાલ આવ્યો કે માહેશ્વરીની સાથે તે દિવસે રાજન ન હતો પણ બીજો કોઈ વ્યક્તિ હતો.. એને જોતાં જ રાજન મોટેથી બોલ્યો, "આ તો મારો બિઝનેસ પાર્ટનર છે મલ્હાર....! પણ તે માહેશ્વરી સાથે શું કરવા આવ્યો હતો આ ક્લિનિકમાં...?" "હવે એનો જવાબ તો મલ્હાર જ આપી શક્શે..!" ઇન્સ્પેક્ટર જાડેજા ધીરે રહીને બોલ્યા. થોડા કલાકોમાં મલ્હારને ઇન્સ્પેક્ટર જાડેજાની સામે હાજર કરવામાં આવ્યો. "અફેર કરવા માટે પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનરની પત્ની જ તને મળી હતી લ્યા..?" જાડેજાએ તીખા સવાલો શરૂ કર્યા. "મન ફાવે એમ ના બોલો ઇન્સ્પેક્ટર, પુરાવા વગર આવા આરોપ લગાવવામાં તમને