પ્રણયભંગ ભાગ – 2

(87)
  • 5.9k
  • 4
  • 3.6k

પ્રણયભંગ ભાગ – 2 લેખક - મેર મેહુલ વાંચવામાં બ્રેક લઈ, ફ્રેશ થવા અખિલ બાલ્કનીમાં આવ્યો હતો. એ આળસ મરડતો હતો ત્યારે તેની નજર સામેની બાલ્કનીમાં ગઈ. ત્યાં બેસેલી યુવતી અખિલની હરકતોનું નિરક્ષણ કરી રહી હતી. અખિલ અને તેની નજર મળી. અખિલ તેને જોતો જ રહી ગયો. પોતાની લાઈફમાં તેણે કોઈ દિવસ આવી યુવતી નહોતી જોઈ. અપ્સરા પણ જેની સામે પાણી કમ લાગે એવી એ યુવતીમાં ગજબનું આકર્ષણ હતુ. એની આંખો અખિલનાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગઈ હતી. તેની આંખોમાં સાત મહાસાગર સમાયેલાં હતાં. એ આંખો અખિલને સાગરમાં ડૂબવા આમંત્રણ આપી રહી હતી અને અખિલ એ સાગરમાં ધીમે ધીમે