મારી માઈક્રો ફિક્શન સંગ્રહ

(14)
  • 2.3k
  • 852

*મારી માઈક્રો ફિક્શન સંગ્રહ* ૨૦-૪-૨૦૨૦૧)‌ *આગાહી* માઈક્રો ફિક્શન.. ૨૦-૪-૨૦૨૦અરવિંદ ભાઈ એમના ગુરુ નું જ કહ્યું કરતાં હતાં..એમની દીકરી માલા મોટી થતાં જ એમણે ગુરુજી ને પુછ્યું???માલા નું ભવિષ્ય શું છે???ગુરુજી એ આગાહી કરીકે એક મોટા વેપારી ના દિકરા ની વહું બનશે..કોલેજમાં જતી માલા ને બસ સ્ટેશન પાસે સફાઈ કરતાં સફાઈ કર્મી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે ભાગીને લગ્ન કર્યા...ભાવના ભટ્ટ અમદાવાદ...૨)*અર્પણ* "માઈક્રો ફિક્શન" આરતી નોકરી કરી ઘર પરિવાર ચલાવતી હતી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા દિકરાને લેપટોપ લઈ આપવા રૂપિયા ભેગા કરતી હતી . એક સવારે સસરાની તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ ગઈ ત્યાં રિપોર્ટ અનુસાર સસરાને લાસ્ટ સ્ટેજ નું કેન્સર