" એ હાલ, ભેરુ.. એ હાલ, મેરુ..."ખેડૂતની બૂમ પર ધરતીને ઉથલપાથલ કરતા બળદની જોડ મેરુ અને ભેરુ પોતાની જુવાનીનું જોર ખેતરમાં દાખવી રહ્યા હતા. " ચાલ, દોસ્ત મેરુ. આજે ખેતરનું કામ પૂરું કરીને જ નિરાંતનો શ્વાસ લેશું." ઉત્સાહ વધારતા ભેરુ બોલ્યો. " હા, દોસ્ત.... જોર લગાવ હવે......" યુવાનીના ઉંબરે ઉભેલા ઉચ્ચ કોટીના મેરુ અને ભેરુ જોનારની નજર લાગી જાય એવા ગજ સમા કદ અને બળ હતા.ખેતરને તો જાણે વસ્ત્ર સમજીને ચિરતા હોઈ એમ ખેડતા હતા.જ્યારે યુવાની દેહ પર હોઈ ત્યારે દેહ હમેશા જોમમાં જ રહેતો હોય છે. આવી જ રીતે મેરુ અને ભેરુ પોતાના બળ