સાપુતારા રમતોત્સવ

  • 6.1k
  • 1.2k

Chapter 1'સાપુતારા રમતોત્સવ', સાપુતારા હિલ સ્ટેશનનું ગૌરવ હતું અને નાની મોટી બધી પાઠશાળાઓ પોતાના વિદ્યાર્થીઓને એમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતી. છોકરાઓ પણ આ વાર્ષિક સમારોહની ઉત્સુકતાથી વાટ જોતા. ખેલ-કૂદ મહાકુંભ સ્પર્ધાની એક જુદી જ મજા હતી. બાર વર્ષની વિભાને વિશ્વાસ હતો, કે આ વખતે પણ, છેલ્લા બે વર્ષની જેમ, સાપુતારા રમતોત્સવ માં, બાસ્કેટબૉલ માં એની ટીમને સુવર્ણ પદક મળશે અને એ લોકો હેટ્રિક કાયમ કરી શકશે. જેથી એ પોતાની સ્કૂલ, એમ. કે. ગાંધી વિદ્યાલયનું નામ ફરી રોશન કરવામાં સફળ થશે. વિભા પોતાના ટીમની કપ્તાન હતી અને સ્કૂલ ન્યૂઝલેટરની સંપાદક પણ હતી. જેટલી ભણવા માં હોંશિયાર, એટલીજ કાળજી પૂર્વક અને જિજ્ઞાસા વાળી હતી.