પરોઢે પાંચનું સપનું “અમે બે જઈ આવશું. વહેલી સવારની ટ્રેઈનમાં ટિકિટ બુક કરીશ.” મેં કહ્યું.“તારી બેનનું પણ બુકીંગ કરી લે. કોલેજનું તો થઈ રહેશે. એની અત્યારે જ પહેરવા-ઓઢવા, માણવાની ઉંમર છે.” બાએ કહ્યું. આજે નસીબ સારાં હતાં.“પાર્ટી થઈ જાય. બા, કન્ફર્મ ટિકિટ મળી.” મેં લેપટોપ શટડાઉન કરતાં મઝાક કરી.**બે દિવસ બાદ એક્સપ્રેસ હાઈવે પરથી મારી કારમાં જતાં હતાં. પત્ની વર્ચ્યુઅલ ડ્રાઇવીંગ કરતી બાજુમાં બેઠી હતી. પાંચમાં ગિયરમાં નાખતાં જ કાર પાણીના રેલાની જેમ સરકવા લાગતી. ક્યારેક તો લાગતું- રસ્તો સરકી રહ્યો છે, કાર સ્થિર છે. ટ્રેડમીલ કરતા માણસની જેમ.પાછલી સીટે બેઠેલી બહેન તો એના ભત્રીજા સાથે તાળી પાડતી ઉછળતી, ગાતી હતી “ઓ