મેઘમહેર સ્ત્રીમહેર

(642)
  • 1.9k
  • 698

ગરમી અગન જ્વાળા ઓકતી હતી, ચારેકોર માત્ર નીરસ આશાઓ વહેતી જાણતી હતી, સૃષ્ટિ સાવ નીરસ થઈને બેહોશ બનીને વર્ષાની રાહ નિરખતી હોય એમ જણાતું હતું, જોડે એની પર રહેલા દરેક જીવ જે એના પર પરોપકારી હતા એ સૌ પણ માં ધરાને ભીંજવવા ઈશ્વરને પ્રાર્થના કરતાં હતાં, ચારેકોર સૌ આકાશમાં મીટ માંડીને ચાતક નજરે રાહ જોતા હતા. કચ્છ જિલ્લાનું એક નાનકડું ગામડું, રામનગર નામ. આમ પછાત થોડું પણ સહકાર ભરેલું, સૌ હળીમળીને રહે, ખુશાલીઓથી ભરેલા ગામને જાણે છેલ્લા વર્ષથી કાળી નજર લાગી ગઈ હતી,