આત્માની અંતિમ ઇચ્છા - ૧૨

(5.1k)
  • 5.1k
  • 6
  • 2.4k

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨કાવેરીના ફોન પછી ખુશ થવું કે કેમ? એ લોકેશ નક્કી કરી શકતો ન હતો. સમાચાર તો ખુશીના હતા પણ લોકેશનું મન મૂંઝવણ અનુભવી રહ્યું હતું. કાવેરીના શબ્દો તેના મનમાં પડઘાતા હતા:"લોકેશ! બહુ જ ખુશીના સમાચાર છે. મોરાઇ માએ આપણી પ્રાર્થના સાંભળી લીધી છે. હું મા બનવાની છું! તમે પિતા બનશો! હું એટલી ખુશ છું કે તમને વર્ણન કરી શકતી નથી.... પહેલાં મને એમ હતું કે તમને રૂબરૂમાં આ સમાચાર આપીશ. પણ આ ખુશીને હું વહેંચ્યા વગર રહી શકી નથી. સૌથી મોટો આભાર તો એ અજાણી મહિલાનો કે જેણે મને આશીર્વાદ આપ્યા હતા. તેણે આશા બંધાવ્યા પછી મને