આપણને કાયમ એવું લાગે છે કે આપણી ખુશીને કોઈના Approved Certificateની જરૂર છે પણ વાસ્તવમાં આપણી ખુશી કે સુખ કોઈનું મોહતાજ નથી.આપણને આપણા સુખ કે ખુશીની જાણ છે એટલું પૂરતું છે કારણ કે આ બંને વસ્તુ વ્યક્તિલક્ષી છે.સુખ કે ખુશીની પરિભાષા અને અનુભૂતિમાં કાયમ ફરક રહેવાનો છે.આપણી ખુશીના માપદંડ જાતે જ નક્કી કરવાના હોય.આપણે શું કામ કોઈ બીજાની ખુશીની વ્યાખ્યામાં સૅટ થઈએ?શું આપણી ખુશીની પરિભાષા ખુદની જ ન હોવી જોઈએ? આપણને કેમ બીજાના સુખની પરિભાષામાં સૅટ થવું ગમતું હોય છે? આપણને કેમ બીજાને સુખી કે ખુશ જોઈને ઈર્ષા થાય છે? જ્યારે પણ આવું બને ત્યારે વ્યક્તિગત રીતે માત્ર એટલું જ