(ભાગ - ૧ માં આપણે જોયું કે અનિકેત, બૈનને પોતાની જીવનકથની કહે છે. ચિકી અનિકેતને શાળાએથી મળેલાં પુસ્તકો આપે છે અને અનિકેત બચ્ચાં પાર્ટીને સ્ટોરી પાર્ટી કરવા બોલાવે છે. હવે આગળ.....) बैन...... एक चोर રાત્રે અનિકેતની ખોલી પર બાળકોની મહેફીલ જામી. બધાં અનિકેતની આજુબાજુ ગોઠવાયાં. અનિકેતે ચિકીની બુકમાંથી વાંચેલી સ્ટોરીઝ એક્શન સાથે કહી સંભળાવી. બૈનએ પોતાની મુંબઈયા બોલીથી બાળકોનું મનોરંજન કર્યું. આશરે સાડા નવે પાર્ટી પૂરી થઈ અને અનિકેતે બાળકોને રવાના કર્યા. બાળકોના ગયા પછી બંનેએ ભોજન કર્યું અને ખુલ્લામાં ખાટલા પર લંબાવ્યું. રાત્રિઆકાશમાં જોતાં જોતાં અનિકેતે બૈનને એનાં બાળપણ વિશે પૂછ્યું. बैन: अनि, अपन का स्टोरी से थोड़ा अलग