*મલ્હાર -૨**ભાગ -૨* સાસરે આવ્યાને પહેલો દિવસ હતો,મલ્હાર દાદીના હાથે કેળવણીને સંસ્કાર પામી હતી.તેની સાલસતા તેના વર્તુણુકને વધું શોભાવી રહ્યા હતા.તેણી પહેલી રાતે અલંકારની બાહોમાં જીવન નૈયાને સોંપી તૃપ્ત હતી.અલંકારને પણ સ્વરૂપવાન ને સાલસ સાથીદાર મળ્યાનો આનંદ હતો.ધંધોને હોસ્પિટલ સંભાળતા અલંકારને પપ્પાએ સવારના પહોરમાં જ એક પરબીડિયું પકડાવી દીધું.નાસ્તાના ટેબલ પર સાસુમાં અંજુબેન અને સસરા ડો.ગીરજાશંકર જોડે મલ્હાર ને અલંકાર પણ બેઠા હતા. અલંકાર તે પરબીડિયું ખોલે તે પહેલાજ પપ્પાએ હુકમ કર્યો કે બન્ને તૈયાર થઈ હોસ્પિટલમાં આવો.અંજુબેને કહ્યું ,”દીકરીનો પહેલો દિવસ છે ઘરમાં ને તમે આજે જ કેમ કામે બોલાવી રહ્યા છો?” અલંકાર જેનું નામ