સીમા પર એસિડ ફેકવામાં આવ્યો, કારણ બસ એટલું જ કે સીમા પરંપરાગત બંધનોને તોડી આગળ આવવા માંગતી હતી. એ સમાજને બતાવવા માંગતી હતી કે એક સ્ત્રી ધારે તો પોતાનું ભાગ્ય બદલવા ભાગ્ય વિધાતાને પણ વિવશ કરી શકે છે...... વલસાડ જિલ્લાના ના એક અંતરિયાળ અને સાવ પછાત કહેવાય, મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા ગામમાં જન્મેલી સીમાના સ્વપ્નો આકાશને સ્પર્શવાના હતા.પરંતુ ઘરની પરિસ્થિતિ અને પિતાની આર્થિક હાલત એને લોકોના ઘરોનું ઘરકામ કરવા મજબૂર થઈ જતી હતી... નાનજી સીમાનો પિતા હતો.એને ફક્ત બે છોકરીઓ જ હતી. સીમા મોટી હતી. જ્યારે