ચાલ જીવી લઈએ - 13

(17)
  • 5.3k
  • 2
  • 1.9k

? ચાલ જીવી લઈએ - ૧૩ ? ધવલ - અરે લોહી તો મારૂ ફેવરિટ છે પણ જો એમાંય તારું લોહી હોય તો પીવાની તો મઝા આવી જાય.. માનસી - ભાઈ .... હું મમ્મી ને કહીશ હો....પ્લીઝ ... જા ને અહીં થી.... સુવા દે ને....પ્લીઝ ... આમ બંને ભાઈ બહેન વચ્ચે ઘણી વાર આવી વાતો ચાલ્યા કરે છે અને છેલ્લે માનસી ઉભી થાય છે અને ધવલ માનસી ને ઉઠાડી ને નીચે આવે છે.. હજી ધવલ નીચે આવતો જ હોય છે ત્યાં એને લખનની બાઈકનો આવાઝ સંભળાય છે. આવાઝ સાંભળતા જ ધવલ દરવાજા પાસે ઉભો રહી જાય છે.