રજત અને રજનીનાં લગ્ન બધાની સહમતીથી ખૂબ જ હસી ખુશીથી થયાં હતાં.પણ રજતનું પરિવાર ખૂબ જ રૂઢિચુસ્ત હતું. ક્યારેક તો રજનીને થતુ. હું ક્યાં આવા પરિવારમાં આવી ગઈ.રજત અને રજનીનાં લગ્ન લવ મેરેજ ન હતા. એટલે રજની રજત વિશે અને એનાં પરિવાર વિશે વધુ જાણતી ન હતી.બસ સમાજમાં એમનું નામ પ્રતિષ્ઠિત પરિવારોમાં ગણાતું હતુ એને કારણે રજનીનાં ઘરનાં લોકો એ રજનીનાં લગ્ન રજત જોડે કરવાનું નક્કી કર્યું હતું.પણ રજનીને બધી વાતની ખબર લગ્ન કરીને આવ્યાં પછી પડી હતી.એમનાં પરિવારમાં દરેક પાબંધી સ્ત્રીઓ માટે જ હતી.પુરૂષોને કોઈ પણ પ્રકારની રોકટોક ન હતી.આમ ને આમ જ રજનીનાં લગ્નને એક વર્ષ ક્યા થઈ