રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 15

(68)
  • 4.5k
  • 1.6k

* અણધારી આફત.. * બધા ફસાયા જંગલીઓના હાથમાં.. * કેપ્ટ્ન અને સાથીદારો પણ મળ્યા.. ___________________________________________ અડધી રાતે ટાપુ ઉપરના નિર્જન જંગલમાં સાથીદારોની શોધમાં નીકળેલા ચારેય સાહસિકો ઉપર અણધારી આફત આવી પડી. બધાના હાથપગ કોઈકે બાંધી દીધા હતા. અંધારું ગાઢ જામેલું હતું. ક્રેટી જ્યોર્જને મદદ માટે બૂમો પાડી રહી હતી પણ જ્યોર્જ તરફથી કોઈપણ જાતનો પ્રત્યુત્તર મળી રહ્યો નહોતો. થોડીવાર થઈ ત્યાં તો ઘણા બધા જંગલી માણસો ક્રેટીની આજુબાજુ વીંટળાઈ વળ્યાં. ક્રેટી ગાઢ અંધારામાં આવા બિહામણા મોંઢા જોઈને ડરની મારી ધ્રુજી ઉઠી. બે જણાએ ક્રેટીને બન્ને બાવડેથી પકડીને ઉભી કરી અને પછી આગળ લઈ જવા લાગ્યા. ક્રેટી ધમપછાડા